છાપરા પ્રા.શાળાના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં ઝળક્યા

 છાપરા પ્રા.શાળાના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં ઝળક્યા.

નવસારી : નડીયાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાની અંડર-૧૪ કેટેગરીમાં ભાગ લેનાર નવસારીના છાપરા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ૬૮માં અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા અંતર્ગત રાજ્ય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, મરીડા ભાષોળ, નડિયાદ ખાતે યોજાઈ હતી. જેમાં શાળાના પાંચ વિદ્યાર્થીઓએ U-૧૪ વેઇટ કેટેગરીમાં ભાષ લીધો. જે પૈકી દિવ્યાંશી ગુપ્તાએ સિલ્વર મેડલ તથા શીતલ કુશવાહા અને દ્રષ્ટિ રાજપૂતે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. રાજ્યકક્ષાએ ભાગ લેનાર તમામ બાળકો તથા કરાટે માસ્ટર પિક્નીબેનને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

Comments