SURAT|MANDVI : અમલસાડી પ્રાથમિક શાળાના શિક્ષકનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો.
માનનીય મંત્રીશ્રી કુંવરજી હળપતિનું સન્માન કરાયું હતું.
માંડવી તાલુકાની અમલસાડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તેમજ ટીચર્સ સોસાયટીના મંત્રી અશોકભાઈ ચૌધરીનો નિવૃત્તિ વિદાય સમારંભ આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને પ્રાથમિક શાળા અમલસાડી ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મંત્રીશ્રી જૈમિનભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અને રાજ્ય સંઘના ઉપપ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી રોહિતભાઈ પટેલ, સરપંચશ્રી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અશોકભાઈને ઉપસ્થિત મહાનુભાવોએ શાલ ઓઢાડી, સન્માનપત્ર અને સ્મૃતિભેટ પણ આપી હતી. અશોકભાઈ દ્વારા શૈક્ષણિક સંશોધન કેન્દ્રમાં 37500, માંડવી તાલુકા સંઘને 21 હજાર અને સુરત જિલ્લા સંઘને 21 હજાર, માંડવી શિક્ષક મંડળીના 21000, અમલસાડી પ્રાથમિક શાળાને 21 હજાર તેમજ અમલસાડી ગામને વાસણો માટે 60 હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. અમલસાડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવ્યાનું ઋણ તેમણે શાળા અને ગામને દાન કરી અદા કર્યું હતું.
આ પ્રસંગે ૨૦૦૫ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા બદલ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મંત્રી કુંવરજી હળપતિનું સન્માન કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment