ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કલ્પેશભાઈ ટંડેલ પુનઃ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા.

 ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કલ્પેશભાઈ ટંડેલ પુનઃ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા.

ગણદેવી તા. 27/09/2025
ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી વર્ષ 2025 થી 2028 ના હોદ્દેદારો માટે ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું જેમાં કુલ પાંચ હોદ્દા માટે માત્ર પાંચ જ ઉમેદવારી પત્ર આવતા સમગ્ર ટીમ બિનહરીફ જાહેર થઇ હતી.

ઈલેક્શન નહી પણ સિલેકશનની પદ્ધતિથી સમગ્ર ટીમ સમરસ થઇ છે.તાલુકા સંઘના પ્રમુખ તરીકે સતત બીજી ટર્મ માટે કલ્પેશકુમાર જે ટંડેલ છાપર પ્રા. શાળા મહામંત્રી તરીકે સતિષભાઈ આહીર વાઘરેચ પ્રા. શાળા ઉપ પ્રમુખ તરીકે રજનીકાંત પટેલ વલોટી પ્રા. શાળા ખજાનચી તરીકે ભુપેન્દ્રભાઈ ખલાસી અને સહમંત્રી તરીકે હિતેષભાઇ આહીર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા.


આજ રોજ તા. 27/09/2025 ના રોજ સરીસ્ટેશન કન્યા શાળા 1 ખાતે યોજાયેલ તાલુકા સંઘના ત્રિવાર્ષિક અધિવેશનમાં ચૂંટણી પંચના અધ્યક્ષ દીપકભાઈ પટેલ દ્વારા તમામ હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી.

Comments